Pages

Wednesday, April 14, 2010

શાકી તારો અને શરાબનો સહારો છે

શાકી તારો અને શરાબનો સહારો છે
બાકી આદમી દુનિયામાં બિચારો છે.

મયખાનું છે, કોઈ તાજમહાલ નથી
એને ક્યાં આરસનો કોઈ મિનારો છે?

વહેડાવ સરિતા શરાબની ઓ શાકી
બાકી યાદોનો ક્યાં કોઈ કિનારો છે?

જામ પર જામ ભર તું મારે નામ
મારાં જેવો બીજો ક્યાં કોઈ પીનારો છે.

પીવું છું હું શરાબ નશીલી નજરોથી
જામથી પીવો એવો ક્યાં કોઈ ધારો છે?

સવાર સાંજ પીઓ અને હરદમ પીઓ
પીવા સિવાય બીજો ક્યાં કોઈ આરો છે?

ધીરે ધીરે પીઓ ને થોડું થોડું જીવો
આજકાલ શરાબ સસ્તો ને સારો છે.

પીધા પછી કહે આ શરાબ છે ખરાબ
દોસ્ત મારા, એ શખ્સ સાવ નઠારો છે

એમ તો છેલ્લા શ્વાસ ચાલતા’તા મારા
મળ્યા બે બુંદ શરાબના, હવે સુધારો છે

લવટાંક પીને ભલે લથડ્યો આ ‘નટવર’
હવે લથડવાનો વારો યારો તમારો છે.

No comments:

Post a Comment