Pages

Wednesday, May 4, 2011

સુખની શોધ ભાગ - ૫

સુખની શોધ ભાગ - ૫

“સો દાડા સાસુના”,”તું તું મૈ મૈ”,”સાસ-બહુ”,”પતિ-પત્ની સાસુ” આવા અસંખ્ય શીર્શાકોથી અસંખ્ય લેખકો દ્વારા સાસુ વહુના સંબંધોને અલગ અલગ રીતે વર્ણવવામાં આવ્યા છે. લગભગ તમામ કિસ્સાઓમાં એક જ વાત વધારે વર્ણવવામાં આવી છે કે આપણા સમાજની સાસુઓ તેમની દીકરી સમાન વહુ પર અત્યાચાર કરે છે.પોતાના વડીલપણનો ભરપુર ફાયદો ઉઠાવે છે અને તેનો ભોગ બને છે બિચારી વહુ.જેમ જેમ સમયચક્ર ચાલતું જાય છે વહુ માંથી સ્ત્રી સાસુ બને છે અને પછી ફરીથી તે જ વહુ જે કહેતી ફરતી હતી કે સાસુ તેને કંદળે છે, હેરાન કરે છે. તે જ હવે તેના વહુને હેરાન કરવા લાગી જાય છે. આમ સાસુ-વહુના સંબંધોને સમય પણ બદલી શક્યો નથી. રંજાડાયેલી વહુ ભુખી સિંહણની જેમ પોતાની વહુ પર ત્રાટકે છે અને સમાજના કહેવા પ્રમાણે વહુઓ બિચારી સહન કર્યા કરે છે. આમ આપણા સમાજની તમામ કોઈપણ અપવાદ વિના બધી જ વહુઓ એવું મને છે કે સાસુઓ વધારે સુખી છે.તમામ તમન્ના રાખે છે કે તે જલ્દીથી વહુમાંથી સાસુ બની જાય અને સાસુ બનીને રાજ કરે.કદાચ આપણા સમાજમાં એવી ત્રુટીઓ છે કે આજ પણ સાસુઓ ખરેખર વહુઓ પર અત્યાચાર કરે છે અને ઘણા અંશે વહુઓ તેનો ભોગ બનીબનીને સહન પણ કરે છે. સમય જતા તેમાં થોડી વધારે ખરાબી આવી ગઈ છે કે હવે વહુઓ પણ સાસુઓ સામે ભિડંત લેવાનું શીખી ગઈ છે અને ત્યારે જ સર્જાય છે તું તું મૈ મૈ અને વચ્ચે ફસાઈ જાય છે બિચારો પતિ. સુખી તો તેમાં સાસુ પણ નથી થતી કે નથી થતી વહુ પણ બિચારો પતિ દુ:ખી થઇ જાય છે અને આવા વચગાળાના ત્રાસથી બચવા માટે તે ઘરથી દુર રહેવાનું પસંદ કરે છે. વહુ પર સાસુ ત્રાસ ગુજરાતી હોય છે. શું એનો મતલબ એવો થાય છે કે તે આમ કરીને સુખી થાય છે. સાસુ ગમે તેટલો ત્રાસ ગુજારે વહુ પર પણ તે કદાપી સુખી રહેતી નથી તે સનાતન સત્ય છે. તેનું કારણ સમય છે. સાસુ પોતાના સમય થતી પ્રક્રિયા એટલે રૂઢિવાદને સત્ય સમજે છે અને તે તેને જ પકડી રાખે છે તેથી તેને આજનું પરિવર્તન આજ આવતું નથી અને તેથી જ તેને વાગોળી વાગોળીને દુ:ખી થયા કરે છે. અહિયા બંનેને સમજવાની જરૂર છે ને બદલવાની જરૂર છે.સાસુને વિચારવું પડશે. સામાજિક પરિવર્તન સમયચક્રનો ભાગ છે.તેને કોઈ રોકી શકતું નથી. તે તો ચાલ્યા જ કરે છે અને તેને અપનાવી લેવામાં જ સુખ છે. અને તેથી તેને પોતાના વહુમાં આવતા બદલાવોમાં ખામીઓ કાઢવાના બદલે તેને અપનાવવી પડશે અને વહુની ખૂબીઓ પર વાહ વાહ કરીને તેને પ્રોત્સાહન આપવું પડશે. વહુ પણ એટલુ સમજી શકે તો સારું કે તેના સાસુમાએ કાંઈ અલગ પ્રકારના સમાજમાં પોતાનું જીવન પસાર કર્યું છે અને તેથી જ તેણીને આજનું પરિવર્તન રાજ ન આવે તે એકદમ વ્યાજબી છે. તેથી જો સાસુ વહુ બધાને સુખી રહેવું હોય તો થોડી સમજણશક્તિમાં વધારો કરવાની જરૂર છે. જરા અઘરું છે પણ તેના વિના કોઈપણ સાસુ વહુ ક્યારેય પણ સુખી થવાના નથી. બસ બન્ને વચ્ચે અણબનાવો અને ઝઘડા સાથે બોલાચાલી થવાના અને આપણા ઘરના વાસનો તુટવાના અને આમાંથી થોડું વધારે થશે તો ઘરનું ભંગાણ થવાનું નિશ્ચિંત છે.

બ્રહ્માંડની અતિ જટિલ રચનામાં સૌથી સુંદર રચના છે આપણી પૃથ્વી. પૃથ્વી પરના તમામ પ્રાણીજગતમાં સૌથી મહત્વનો વંશ બનાવ્યો છે માનવવંશ. તેના જ કારણે પૃથ્વી પર પોતાનું બહુમૂલ્ય જીવન પ્રાપ્ત કરનાર તમામ મનુષ્યનો નૈતિક ધર્મ છે કે તે આ માનવજાતની રખેવાળી કરે અને તેના તે વંશને આગળ વધારે. સામાન્ય ભાષામાં જે માણસ પોતાના આ કર્મને નિભાવવાનું કામ કરે છે. જે માણસ પોતાના આ કર્મ થી પીછેહઠ કરીને સંસારિક જીવન ત્યાગીને પૃથ્વી પર પોતાનું જીવન ગુજારે છે તેને સન્યાસી કહીએ છીએ. સંસારિક જીવન ગુજારવું કંટાળી જાળમાં નગ્ન પગે ફરવા જેવું છે. મનુષ્ય જ્યાં સુધી બધા જ પગલા વિચારીને જાની જોઈને ભરે છે ત્યાં સુધી દુ:ખ રૂપી કાંટા વાગ્યા વિના ગુજારી શકે છે. પણ આખી જીંદગી માણસ પોતાના જીવનમાં દરેક પગલાનું ધ્યાન રાખી શકાતો નથી અને ક્યારેક થાકીને તો ક્યારેક વધારે વિચારીને માણસ થાય ખાય છે અને તેમજ કાંટા સમાન દુ:ખ તેના જીવનમાં ખૂંચી જાય છે.જેમ જેમ મનુષ્ય મોટો થતો જાય છે જાળ સાંકળી થતી જાય છે અને કદમોની સ્થિરતા ઘટતી જાય છે.તેથી આવા કાંટાની પીડાથી બચવા માટે અપવાદિક માણસો કદમો ભરવાના બદલે એક જ જગ્યાએ સ્થિર થઇ જાય છે. તેવા માણસની જીંદગી ત્યાં જ અટકી જાય છે. ફક્ત ઉંમર વધે છે. સામાન્ય ભાષામાં આવા જ માણસોને સન્યાસી કહીએ છીએ. સંસારિક જીવન સુખદુ:ખના જટિલ મિશ્રણોથી ગુંથાયેલું છે તેમાં ક્યારે સુખ મળે અને ક્યારે દુ:ખ મળે તેનો કોઈ ભરોસો નથી. માણસ જે કર્મો પોતાના સુખની પ્રાપ્તિ માટે કરતો હોય છે તે જ કર્મો તેને દુ:ખી કરતા જણાય છે. વળી ક્યારેક અણધાર્યા સુખનો વરસાદ પણ થાય છે. સંસારિક જીવન સંબંધોના ખુબ જ જટિલ ગુંથલી જેવું છે. મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તે ફક્ત લોહીના સંબંધો સાથે જ જન્મે છે પણ જેમ જેમ તેની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેમાં હૃદયના અતિ લોભામણા દિલ ને ગલગલીયા કરવાના સંબંધોમાં ઉમેરા થતા જાય છે. તેમ સંબંધોની માયાજાળ વધારેને વધારે ગૂંથાતી જાય છે.તેમાં માણસ ફસાતો જાય છે. સંસારમાં આવે ત્યારે માણસને માં-બાપ વધારેમાં વધારે ભાઈ-બહેન,દાદા-દાદી,કાકા-કાકી,મામા-મામી,ફોઈ-ફુવાના સંબંધો હોય છે, પણ ઉંમરના વધતા તેમાં મિત્રો,સ્નેહીઓ અને પછી જીવનસંગીની અને તેના બધા જ સંબંધીઓના સંબંધો ખુબ જ જતીલતાથી ઉમેરાઈ જાય છે. આ બધા સંબંધો મનુષ્યના જીવનને સહજતાથી અને પ્રેમથી ગુજારવામાં મદદરૂપ થવા માટે છે. પરંતુ આ બધા સંબંધોને ટકાવી રાખવા તેટલા જ કઠીન છે. મનુષ્યને જેટલો પ્રેમ મેળવવો હોય તેટલો જ સામે વાળાને કરવો પણ પડે છે. તેમ છતાં હંમેશા એવું નથી થતું કે તમે જેને પ્રેમ કરશે ટ એટમાને એટલો જ પ્રેમ કરશે ઉલટાનું ઉંધુ થાય છે. તમે જેને પ્રેમ કરે અને તે તમને નફરત કરે છે. આવા મળતા આવતા વળતરના કારણે દુ:ખનો સમન્વય થયા કરે છે. ક્યારેક દુ:ખના સમુદ્રમાં ગરકાવ થવું પડે છે તો ક્યારેક સુખના અતિ વિશાળ આકાશમાં મુક્તપણે ઉડવાનો સુનહારો અવસર મળી જાય છે. સમય નામનો અતિ શક્તિશાળી પરિબળ સંસારના લગભગ તમામ માણસોને એટલો તાકાતવાન બનાવી દે છે કે સુખ અને દુ:ખ બંનેને સહન કરવા શશક્ત થઇ ગયો હોય છે. પણ સમય પણ તમામને નથી જ બચાવી શકાતો. તેથી જેનાથી આવા ઉતારચડાવ સહન નથી થતા તેમના ઘણા પોતાની જીંદગી ટૂંકાવે છે. ઘણા પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને પાગલ નામનું નવું નામ પ્રાપ્ત કરે છે. આમાંથી ઘણા એવા પણ હોય છે જે વિચારે છે કે સંસારમાં કહેવા કરતા સન્યાસી થઈને શાંતિથી જીંદગી ગુજારવી સારી છે. શું ખરેખર સન્યાસી માણસ સંસારી માણસ કરતા વધારે સુખી હોય છે? આનો ચોક્કસ જવાબ તો મારી પાસે નથી પણ એટલું ચોક્કસ કહીશ કે જગતનો તમામ માનવ સુખી થવા માંગે છે અને તેમાંથી એક ટકાથી પણ ઓછા સન્યાસી બને છે. તેથી એટલું તો કહી જ શકાય કે ત્યાં પણ સુખ નથી એવું વધારે પડતા વિચારે છે. હું કહીશ કે જે પણ સન્યાસી થાય છે સંસારીના કર્મોથી ભાગીને સુખી થવાનું વિચારે છે તેને તે પણ વિચારવું જોઈએ કે સન્યાસી થતા તેના કર્મોથી મુક્ત થઇ જશે પણ તેની સાથે જ તેને ડગલેને પગલે મદદરૂપ થતા બધા જ સંબંધો પૂર્ણ થઇ જાય છે. તે જગત એકલો થઇ જાય છે, તેની શારીરિક કે માનસિક સમસ્યાઓને સાંભળનાર કે તેમાં મદદ કરનાર કોઈ રહેતું નથી ત્યારે તેને બરાબર નો મૂંઝારો થાય છે અને તેની પાસે પ્રભુને પ્રાર્થના કરવા સિવાય કાંઈ વધતું નથી. આમ સન્યાસી કે સન્યાસી કે સન્યાસી કોઈ પણ સુખને પ્રાપ્ત કરતુ નથી.

આમ આપણી અત્યાર સુધીની ચર્ચાના અંતમાં હું એમ જ કહીશ કે સુખ દુ:ખ કોઈ સીમાંચીન્હોમાં બંધાયેલા નથી કે આમ કરવાથી, ત્યાં જવાથી, તે મળવાથી, આની પ્રાપ્તિથી વગેરે વગેરેની પ્રાપ્તિ થાય. સુખની શોધ જો આ સીમાંચીન્હોને આધારે કરવામાં આવશે તો આપણા બધાની કમર અને ઢીંચણની ગાદીઓ પગના તળિયા,મકાનના નળિયા વગેરે ઘસી જશે.માથાના વાળ સફેદ થઈને ખરી જશે, ધનભંડાર માલમિલકતના ભંડાર ખાલી થઇ જશે પણ કોઈને પણ સુખની પ્રાપ્તિ થવાની નથી. હું અને તમે બધા જ અતિ સારી રીતે જાણીએ છીએ કે આમ કરવાથી આપણને સુખ મળવાનું નથી પરંતુ કુદરતની માયાજાળ એવી બનાવેલ છે કે ખુબ જ સારી રીતે જાણવા હોવા છતાં હું અને તમે સઘળા તેવા જ ભ્રામિક સુખના પાછળ બરબાદ થઈએ છીએ. હે ભગવાન મને મારા સંસારિક મિત્રોને સદબુધ્ધિનો સંચાર કરો જેથી અમને સુખ ક્યાં છે તેની સાચી ઓળખાણ થાય અને અમે આમ ગમે ત્યાં ભાગમ ભાગ કરવાનું માંડી વાળી. સુખ આપણા અંતરની અનુભૂતિ છે. તેને આપણે બહારિક માયામોહથી જ ખોજી શકીએ. તમામ માણસનો આત્મા અલગ અલગ પ્રકારથી સુખ અનુભવે છે. આપણે આપણા આત્માના અવાજને સાંભળીને તેને સંતોષીને પોતે સંતોષ માનતા શીખી જશું તો સંસારમાં બધું જ સુખદાયી લાગશે. પણ જો આપણે બીજાના વિચારોને આપણા આત્મા પર બોઝ બનવા દેશું તો આપણે ખુદ તો દુ:ખી રહેશું પણ બીજાને પણ દુ:ખી કરશું. અત્યારે આપણો સમાજ આજ દ્વિધાથી ઘેરાયેલો છે. બધા જ માનવી પર બીજાની ઈચ્છાઓને પૂર્ણ કરવાનો, બીજાના સુખમાં સુખી થવાનો ફરજીયાત બોઝ છે. તેથી આપણે અને આપણો સમાજ દુ:ખના સાગરમાં ધીરે ધીરે ગરકાવ થઇ ગયા. સુખની શોધ પરના મારા આ વિચારોને વાંચનાર તમામ વાચકોને નમ્ર વિનંતી છે કે તમારા મંતવ્યો આવકાર્ય છે. મારી ભૂલચૂક સુધારીને વાંચવું. મેં મારા વિચારો વ્યક્ત કર્યા છે. હું ખોટો પણ હોઈ શકું. જો ખોટો હોઉં અને કોઈના પણ આત્માને ઠેસ પહોંચે તો મોટા મનથી મને માફી આપશો તેવી મને આશા છે.
--------------------------------------------------અસ્તુ:------------------------------------------------
--ઝાલોડિયા અલ્કેશ

Tuesday, May 3, 2011

સુખ ની શોધ ભાગ - ૪

સુખ ની શોધ ભાગ - ૪

આપણા ભારતીય સમાજમાં મનુષ્યના જીવનનો સૌથી મોટો પ્રસંગ તેના પોતાના લગ્ન ગણી શકાય.તેથી મનુષ્યના જીવનમાં લગ્નને પ્રાધાન્ય આપવામાં આવે છે. છોકરો છોકરી જવાન થાય ત્યારે તેના મનમાં લગ્ન કરવાની ઘેલછા જાગી ઉઠે છે. જ્યાં સુધી તેના લગ્ન નથી થતા ત્યાં સુધી તેના મનમાં સપનાના સમુન્દારો લહેરો કરતા હોય છે. મારો અથવા મારી જીવન સંગીની/સાથી આવી/આવો હશે તેના અવનવા વિચારોથી ઘેરાયેલો રહે છે. તે સમજે છે કે તેના લગ્ન થશે એટલે તે ચોક્કસ પણે સુખી થઇ જશે તેને જેમ જન્નત મળી જશે. તે સ્વર્ગમાં હોય તેવો તેને અહેસાસ થશે. શું ખરેખર જેના લગ્ન થઇ ગયા હોય છે તે કુંવારો કરતા વધારે સુખી હોય છે? આ મુદ્દો જો છેડવામાં આવે અને કોઈ પરિષદ રાખવામાં આવે તો હું દવા સાથે કહી શકું કે તમામ કુંવારો અને પરણેલા પોતાના મંતવ્યો સાથે ચોક્કસ ભાગ લેશે. આપનો સમાજ આજ પણ એવી માન્યતાઓ અને રુઢીઓથી ચાલી રહ્યો છે કે જેમાં તમામ માનવીઓનું પરણવું ફરજીયાત છે. તમારી મરજી હોય કે ના હોય. આજ રૂઢિવાદના કારણે જો કોઈ માણસ પોતાની મરજી થી કે સમાજની પોતાની ખામીઓથી કુંવારો રહી જાય છે અથવા તેને પોતાની જીવનસાથી મળતો નથી તેને સમાજ માં તુચ્છ હલકી નજરોથી જુએ છે. તેની કોઈ આબરુ અથવા સાખા રહેતી નથી. જ્યાં સુધી માણસ લગ્ન કરવા લાયક નથી થતો અથવા લગ્નની ઉંમરનો છે પણ લગ્ન નથી થયા એવા માણસ ને સમાજ કુંવારો/કુંવારી કહે છે. પણ આજ માણસના લગ્ન નથી થયા હોતા કોઈ કારણોસર અને તેની ઉંમર થોડી વધારે હોય તો તેને હાસ્યાસ્પદ ઉદ્દગારો કહે છે, આ તો વાંઢો છે. વાંઢો હોઉં આપણા સમાજમાં એક કલંક જેવું છે. એના જ કારણે માણસ સમય જતા જો તેને યોગ્ય પાત્ર ન મળે તો પણ પોતાની પસંદને એકબાજુ રાખીને પણ લગ્ન કરવા તૈયાર થઇ જાય છે. તેને વાંઢા રહેવા કરતા પોતાની પસંદ અને યોગ્યતાને મોભારે મુકીને પણ પરણી જવાનું વધારે યોગ્ય લાગે છે. તેને લાગે છે કે તે પરણ્યા પછી વધારે સુખી થઇ જશે. તેમજ તેને યોગ્ય પાત્ર મળી જાય છે તો એપણ સપના જોતો હોય છે કે પરણ્યા પછી પોતે સુખી થઇ જશે. છોકરો વિચારતો હોય છે કે તેને તેની ભાવી પત્ની પાસેથી પુષ્કળ પ્રેમ મળશે. બંને પ્રેમથી હળીમળીને જીવન ગુજારીશું. તેની પત્ની આવી જતા તેને સારું સારું રાંધીને ખવડાવશે,તેના અડધાથી વધારે કામ તે કરી લેશે, તેની ચિંતાઓમાં ઘટાડો થશે વગેરે વગેરે. તેવી જ રીતે કુંવારી છોકરીઓ પણ આવાં જ તીવ્ર સપનાઓ જોતી હોય છે.તેને લાગતું હોય છે કે તેને મનનો માણીગર મળી જશે. જે તેને પોતાના બધા જ સપનાઓ પુરા કરાવશે. તેના પિતા જે સૂખ તેને ન આપી શક્યા તે બધા તે પુરા કરશે વગેરે કાગેરે. તેથી જ આવા જ સપનાઓની મોહમાંયાની જાળમાં ફસાઈને બધા જ માનવીઓ લગ્નના પવિત્ર ગણાતા સામાજિક કે આત્મીય , મને ખબર નથી , એવા સંબંધમાં બંધાવાનું પસંદ કરે છે.( તમને જણાવી દઉં કે હું પણ આવા જ મોહનો શિકાર છું અને ટૂંક સમયમાં લાગ્નગ્રંથીમાં જોડાવાનો છું. પણ હજુ સુધી આ બાબતે નસીબદાર છું મને મારી મનપસંદ એવી જીવનસાથી મળી છે.) તે જ માણસ જે પરણીને સુખી થઇ જવાના સપના જોતો ફરે છે તે પરણ્યાના બીજા જ દિવસથી કહેતો ફરે છે કે કુંવારા હતા તો સારું હતું. પરણવાની તૈયારીમાં હોય તેવા માણસને પરણેલા માણસો ડગલેને પગલે હાસ્યાસ્પદ રીતે કહેતા હોય છે , એ ભાઈ સમજી જા પરણીને કાંઈ લેવાનું નથી. અમારી બધાની હાલત તને નથી દેખાતી કે તું પણ એ જ ભૂલ કરવા જી રહ્યો છે. હજુ સમય છે સમજી જા અને લગ્ન કરવાનું માંડી વાળ.આવાજ મંતવ્યોને રજુ કરતી એક કરતા વધારે રમુજી ટી.વી. સીરીયલો આપણા ટી.વી. ચેનલો પર અવાર નવાર જોવા મળે છે. દાખલા તરીકે પરણ્યા એટલે પતિ ગયા. મારો કહેવાનો મર્મ એટલો જ છે કે જો પરણીને માણસો સુખી થતા હોય તો પરણેલા ના મોઢેથી આવા શબ્દો તથા કોઈ લેખકોની કલમેથી આવા નાટકો અને સીરીયલોના એપિસોડ ના લખાયા હોય.થોડુંક વિસ્તારથી લઈએ તો કુંવારા માણસ એકલો છે. કદાચ તેને પોતાના સઘળા કામો જાતે કરવા પડતા હોય. તેને પોતાના જીવનસાથીની ઝંખના થતી હોય પણ તે મુક્ત છે. તે પોતાની જિંદગીના તમામ નિર્ણયો પોતે પોતાની ઈચ્છા મુજબ લઇ શકે છે. જેનાથી તેને પોતાને આનંદ થાય છે. પછી ભલે તેનો નિર્ણય ખોટો હોય. તેને રોકવા ટોકવા વાળો/વાળી કોઈ નથી હોતું. પરંતુ જયારે તે જ માણસ પરની જાય છે પછી તેને પોતાના કોઈ પણ જાતના નિર્ણયો લેતા પહેલા તેના જીવનસાથીનું ધ્યાન રાખવું પડે છે.પોતે લીધેલા પોતાના ઇચ્છુક નિર્ણયો ડગલે ને પગલે બદલવા પડે છે. જેનાથી તેને ચોક્કસ પણે દુ:ખ થાય છે. પણ લગ્ન જીવનમાં ભંગાણ ન આવે તે માટે તેને પોતાની ઈચ્છાઓનું વારંવાર સરેઆમ બલિદાન આપવું પડે છે. મોટા ભાગના કિસ્સાઓમાં જોઈએ તો લગ્ન ની સાથે માણસ પોતાની સ્વાભાવિક શૈલીનો રહેતો નથી. જેમ પુનર્જન્મ થતો હોય તેમ લગ્ન પહેલાનો અને લગ્ન પછીનો માણસ બંને ભિન્ન ભિન્ન છે. ફક્ત તેનું નામ જ તે છે. તેની ઓળખ એ જ છે. તેનું શરીર એ જ છે. પણ તે તે રહેતો નથી. તેમ છતાં માણસ લગ્ન પછી, લગ્ન પહેલા જેમ હોય તેનાથી મોટા ભાગના કિસ્સાઓમાં દુ:ખી જોવા મળે છે. જે માણસ લગ્ન પછી પોતાની જાતને પોતાના જીવનસાથીના અનુરૂપ બદલાતો નથી તેનું જીવન લકડથકડ બોઝ રૂપ બની જાય છે. તે તેમાંથી પર પડવાની રાહ જોતો હોય છે. તેવા માણસો ઘરથી વધારે બહાર સુખી રહે છે. આદિ અવળી લતે ચડી જાય છે. વ્યસની બની જાય છે. પોતાના લગ્ન જીવનને વ્યવસ્થિત શાંતિથી ચલાવવા માટે પોતે પોતાનું જીવન બદલી નાખે છે. કજિયા અને કંકાસ સિવાય કાંઈ વધ્યું નથી હોતું. આવા કિસ્સાઓથી બહુ ઓછા અપવાદ છે. માણસનું જીવન તનાવપૂર્ણ છે પણ તેને દુનિયાનું તમામ ટેન્શન જેટલું હેરાન નથી કરતુ તેટલું તેના લગ્ન જીવનને શાંતિથી ચલાવવાનું તનાવ હોય છે.મીરાંબાઈની જેમ ઝેર તો પીધા જાની જોઈને એવું સમજી સમજી જીવતો હોય છે.અંતમાં એક હિન્દી ફિલ્મનું ગીત છે જેના બોલ કાંઈ એવા છે કે , શાદી હૈ દિલ્હી કા લડ્ડુ, જો ખાયે પસતાયે જો ના ખાયે વો પસતાયે. તે બરાબર સાચું જણાય છે. તમામ ચર્ચાનો નિષ્કર્ષ એ જ છે કે પરણીને સુખી થઇ જવાય છે તે ખોટી માન્યતા છે.


બ્રહ્મદેવના આ બ્રહ્માંડમાં કોઈ પણ સજીવનું મનુષ્ય અવતારમાં અવતરવું તે ઈશ્વર નું બહુમૂલ્ય વરદાન છે. તે પછી સ્ત્રી થઈને જન્મ મળે કે પુરુષ તરીકે બધું બરાબર જ છે પણ જો મારા વિચાતો પ્રમાણે ચાલીએ તો સ્ત્રી હોવું વધારે મૂલ્યવાન ગણાય. કેમ કે તે જ બીજા મનુષ્ય ને ધરતી પર જન્મ આપી શકે છે,પુરુષ કેટલો પણ ગુણવાન હોય , ગમે તેટલો પ્રભાવશાળી હોય પણ તે બીજા મનુષ્યને તો જન્મ ન જ આપી શકે. મારા વિચારો થી શું થવાનું હતું? આપણા સમાજનું ઘડતર એવી રીતે થયું છે કે જેમાં સામેલ લગભગ સઘળી સ્ત્રીઓ વારંવાર વિચારે છે કે હે ભગવાન મને પુરુષ બનાવી હોત તો સારું હતું. આપણા સમાજ ની રચના એવી રીતે છે જેમાં પુરુષને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.આવું કોને કર્યું છે તે તો હું જાણતો નથી પણ અનંતકાળથી આજ પ્રણાલી ચાલી આવે છે અને સમાજ પુરુષ પ્રધાન છે. ઇતિહાસ માં, શાસ્ત્રોમાં, પુરાણોમાં, ગ્રંથોમાં બધે જ પુરુષોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે જ પ્રથા આજ પણ ચાલી આવે છે. આજે પણ આપનો સમાજ પુરુષ પ્રધાન છે. પણ આજના આ ઘોર કળીયુગમાં હવે સ્ત્રીઓને આ હજમ થવાનું બંદ થવા લાગ્યું છે. પુરુષોને પ્રાધાન્ય છે તે વાત ને યાદ કરીકરીને તેણીઓના પેટમાં સતત દુખ્યા કરે છે અને તે પોતાને દુ:ખી મહેસૂસ કર્યા કરે છે. આપણા સામાજિક ઠેકેદારો અને સરકારના રચયીતાઓને પણ જેમ મગજમાં સળવળીયા કીડાં ચડી ગયા હોય તેમ સમાજને સુધારવાના સુવિચારો સાથે સુત્રો રજૂ કરે છે, સ્ત્રી પુરુષ એક સમાન. હું તો ફક્ત એટલું જ કહીશ કે જેને આવા સુત્રોચ્ચાર રજુ કર્યા છે તેનો કહેવાનો હેતુ એકદમ સાચ્ચો અને શુદ્ધ સાત્વિક છે પણ તેને જે રીતે સમજવામાં આવે છે તે એકદમ ખોટો છે. સ્ત્રી અને પુરુષ બંનેની કોઈ પણ કાળે સરખામણી ન થઇ શકે. બંને એકદમ ભિન્ન છે.બંનેની અલગ અલગ અને બહુમુલ્ય કિંમત છે. મને તો એ નથી સમજાતું કે ક્યાં હેતુથી અને શું કરવા બંનેને સમાંતર કરવા માંગે છે. પણ મારા ન સમજવાથી શું થાય આજની સ્ત્રીઓ પોતાને પુરુષો સાથે સરખાવવામાં અથવા તેમના કરતા પ્રભાવિક સાબિત કરવામાં રસ ધરાવે છે. એમાં પણ જે થોડું ઘણું અભ્યાસ કરી જાય છે તેનું સામાજિક ગણિત વધારે ખરાબ થતું જાય છે. જેટલું સ્તરો વધારે અભ્યાસ કરે છે એટલો જ વધારે બરાબરી તે પુરુષો સાથે કરવા લાગે છે. તે સમજવા લાગે છે કે પુરુષો કરતા જરાપણ કમ નથી. તે કેમ સમજતી નથી કે ભણતર પોતાનું જીવન સુધારવા માટે હોય છે, નહિ કે પોતાની સાથે તુલના કરવા માટે. પોતાની તુલના પુરુષો સાથે કરીકરીને તેના સમાન થવાની ઘેલછા સાથે તે પોતે સ્ત્રી છે તેના કુદરતી રીતે અલગ કર્મ ધર્મ છે તે ભૂલી જાય છે. અને હું અને તમે બધા જાણીએ જ છીએ કે આવી તમામ ભણેલી પણ અભણ સ્ત્રીઓ દુ:ખના સમુદ્રમાં ગરકાવ થતી જણાય છે. થોડાક મુદ્દાઓનું વર્ણન કરું તો આજે સ્ત્રીઓ પોતાના પરંપરાગત વેશભૂષાને ત્યાગીને પુરુષોના સમાન પેન્ટ, શર્ટ, ટીશર્ટ પહેરવા લાગી છે. પુરુષોની જેમ બાઈક,ગાડી વગેરે ચલાવે છે. પુરુષોના સમાંતર તેમના જેવા જ કામ કરે છે. પુરુષોની જેમ અને જેટલા જ પૈસા કમાવાની હોડ લગાવે છે વગેરે વગેરે ઘણું બધું. મને આવા બધા પરિવર્તનોથી કોઈ વાંધો નથી પરંતુ આ પણ એ ભ્રમ જ છે કે આવું બધું કરવાથી સ્ત્રીઓ સુખની અનુભૂતિ કરે છે.એકબીજાની અથવા બરાબરી કરવાની હોડ માં આજે સ્ત્રીઓ એટલી બધી આગળ નીકળી ગઈ છે કે તેમના માંથી સ્ત્રીત્વ ગુમ થવા લાગ્યું છે. તેમની વિચારશૈલી એટલીહદે બદલી ચુકી છે કે આજે તેઓ એવું વિચારતી થઇ ગઈ છે કે સ્ત્રીને મળેલ સૌભાગ્ય વરદાન જેના લીધે માતા બની શકે છે, પોતાના સંતાનને પોતાના ઉદરમાં રાખીને નવ મહિના સુધી પોતાના લોહી અને પ્રેમથી સિંચન કરે છે. તે જ વરદાન આજે તેને કાંટાળું લાગવા લાગ્યું છે. નવ મહિના પોતાના પેટમાં રાખીને તેને જન્મ આપવાનું સૂખ તેને આજના યુગમાં દુઃખદાયી સમય લાગે છે. તે કહેવા લાગી છે કે સંતાન મારું અને મારા પતિનું બંનેનું છે, જન્મ્યા બાદ તેના નામ પાછળ તેના પિતાનું નામ લાગશે તેમ છતાં નવ મહિના તેને તેના પેટમાં ઉછેરવાનું? આવાજ વિચારશૈલીના કારણે “સરોગેટ મધર” એટલે કે એવી માતા અથવા સ્ત્રી જે પૈસા માટે કોઈબીજા માતા – પિતાનું સંતાન તેના પેટમાં ઉછેરે છે અને તેનો જન્મ આપે છે. તો આપણા સમાજમાં જન્મ થયો છે. જન્મ આપ્યા બાદ પણ માતાનું કામ પૂર્ણ નથી થતું. બાળકને જયારે ખરેખર માતાના વ્હાલ, પ્રેમ હૂંફની જરૂર પડે છે તેવા સમયે તે આધુનિક માતા પોતાના સંતાનને ઉછેરનું કામ કોઈ ભાડુતી માતા અથવા આયા બેનના હાથમાં સોંપીને પૈસા કમાવવા માટે નીકળી જાય છે. કોણ જાણે તેને પોતાના સંતાનને મુકીને શું કમાવા જેવું હોય છે. આમ તમામ ચર્ચાનો અર્થ એ જ છે કે આજની સ્ત્રી પોતે પુરુષ હોત તો સારું હતું, તો પોતે સુખી હોત એવા ભ્રમમાં ખોવાઈ ગઈ છે.તે કેમ નથી સમજતી કે આપણા સમાજમાં તમામ જવાબદારીઓનો ટોપલો પુરુષો પર ઢોળેલો છે. શારીરિક કે પછી માનસિક તમામ કપરા કામ પુરુષોના ભાગમાં આવ્યા છે. કુદરતી રીતે પુરુષોનું ઘડતર એવી રીતે થાય છે કે તે આવા કામ કરી શકે તેમ છતાં તેના તનાવમાં તેના માથાના વાળથી લઈને ઢીંચણની ગાદીઓ શુદ્ધા ઘસી જાય છે તોય સ્ત્રીઓને લાગે છે કે પુરુષો સુખી રહે છે. હે મારી માતાઓ, બેનો, ભાભીઓ પોતાની અંતરની આત્માથી વિચારો અને કુદરતે તમને જે કામ માટે નિર્ધારિત કર્યા છે તે કામને સાચું અંજામ આપો અને સમાજને સુંદર બનાવો. તેનાથી જ તેમને અને તેમના વંશજો તથા પરિવારને સૂખ પ્રાપ્ત થશે.

--ઝાલોડિયા અલ્કેશ