Pages

Wednesday, May 4, 2011

સુખની શોધ ભાગ - ૫

સુખની શોધ ભાગ - ૫

“સો દાડા સાસુના”,”તું તું મૈ મૈ”,”સાસ-બહુ”,”પતિ-પત્ની સાસુ” આવા અસંખ્ય શીર્શાકોથી અસંખ્ય લેખકો દ્વારા સાસુ વહુના સંબંધોને અલગ અલગ રીતે વર્ણવવામાં આવ્યા છે. લગભગ તમામ કિસ્સાઓમાં એક જ વાત વધારે વર્ણવવામાં આવી છે કે આપણા સમાજની સાસુઓ તેમની દીકરી સમાન વહુ પર અત્યાચાર કરે છે.પોતાના વડીલપણનો ભરપુર ફાયદો ઉઠાવે છે અને તેનો ભોગ બને છે બિચારી વહુ.જેમ જેમ સમયચક્ર ચાલતું જાય છે વહુ માંથી સ્ત્રી સાસુ બને છે અને પછી ફરીથી તે જ વહુ જે કહેતી ફરતી હતી કે સાસુ તેને કંદળે છે, હેરાન કરે છે. તે જ હવે તેના વહુને હેરાન કરવા લાગી જાય છે. આમ સાસુ-વહુના સંબંધોને સમય પણ બદલી શક્યો નથી. રંજાડાયેલી વહુ ભુખી સિંહણની જેમ પોતાની વહુ પર ત્રાટકે છે અને સમાજના કહેવા પ્રમાણે વહુઓ બિચારી સહન કર્યા કરે છે. આમ આપણા સમાજની તમામ કોઈપણ અપવાદ વિના બધી જ વહુઓ એવું મને છે કે સાસુઓ વધારે સુખી છે.તમામ તમન્ના રાખે છે કે તે જલ્દીથી વહુમાંથી સાસુ બની જાય અને સાસુ બનીને રાજ કરે.કદાચ આપણા સમાજમાં એવી ત્રુટીઓ છે કે આજ પણ સાસુઓ ખરેખર વહુઓ પર અત્યાચાર કરે છે અને ઘણા અંશે વહુઓ તેનો ભોગ બનીબનીને સહન પણ કરે છે. સમય જતા તેમાં થોડી વધારે ખરાબી આવી ગઈ છે કે હવે વહુઓ પણ સાસુઓ સામે ભિડંત લેવાનું શીખી ગઈ છે અને ત્યારે જ સર્જાય છે તું તું મૈ મૈ અને વચ્ચે ફસાઈ જાય છે બિચારો પતિ. સુખી તો તેમાં સાસુ પણ નથી થતી કે નથી થતી વહુ પણ બિચારો પતિ દુ:ખી થઇ જાય છે અને આવા વચગાળાના ત્રાસથી બચવા માટે તે ઘરથી દુર રહેવાનું પસંદ કરે છે. વહુ પર સાસુ ત્રાસ ગુજરાતી હોય છે. શું એનો મતલબ એવો થાય છે કે તે આમ કરીને સુખી થાય છે. સાસુ ગમે તેટલો ત્રાસ ગુજારે વહુ પર પણ તે કદાપી સુખી રહેતી નથી તે સનાતન સત્ય છે. તેનું કારણ સમય છે. સાસુ પોતાના સમય થતી પ્રક્રિયા એટલે રૂઢિવાદને સત્ય સમજે છે અને તે તેને જ પકડી રાખે છે તેથી તેને આજનું પરિવર્તન આજ આવતું નથી અને તેથી જ તેને વાગોળી વાગોળીને દુ:ખી થયા કરે છે. અહિયા બંનેને સમજવાની જરૂર છે ને બદલવાની જરૂર છે.સાસુને વિચારવું પડશે. સામાજિક પરિવર્તન સમયચક્રનો ભાગ છે.તેને કોઈ રોકી શકતું નથી. તે તો ચાલ્યા જ કરે છે અને તેને અપનાવી લેવામાં જ સુખ છે. અને તેથી તેને પોતાના વહુમાં આવતા બદલાવોમાં ખામીઓ કાઢવાના બદલે તેને અપનાવવી પડશે અને વહુની ખૂબીઓ પર વાહ વાહ કરીને તેને પ્રોત્સાહન આપવું પડશે. વહુ પણ એટલુ સમજી શકે તો સારું કે તેના સાસુમાએ કાંઈ અલગ પ્રકારના સમાજમાં પોતાનું જીવન પસાર કર્યું છે અને તેથી જ તેણીને આજનું પરિવર્તન રાજ ન આવે તે એકદમ વ્યાજબી છે. તેથી જો સાસુ વહુ બધાને સુખી રહેવું હોય તો થોડી સમજણશક્તિમાં વધારો કરવાની જરૂર છે. જરા અઘરું છે પણ તેના વિના કોઈપણ સાસુ વહુ ક્યારેય પણ સુખી થવાના નથી. બસ બન્ને વચ્ચે અણબનાવો અને ઝઘડા સાથે બોલાચાલી થવાના અને આપણા ઘરના વાસનો તુટવાના અને આમાંથી થોડું વધારે થશે તો ઘરનું ભંગાણ થવાનું નિશ્ચિંત છે.

બ્રહ્માંડની અતિ જટિલ રચનામાં સૌથી સુંદર રચના છે આપણી પૃથ્વી. પૃથ્વી પરના તમામ પ્રાણીજગતમાં સૌથી મહત્વનો વંશ બનાવ્યો છે માનવવંશ. તેના જ કારણે પૃથ્વી પર પોતાનું બહુમૂલ્ય જીવન પ્રાપ્ત કરનાર તમામ મનુષ્યનો નૈતિક ધર્મ છે કે તે આ માનવજાતની રખેવાળી કરે અને તેના તે વંશને આગળ વધારે. સામાન્ય ભાષામાં જે માણસ પોતાના આ કર્મને નિભાવવાનું કામ કરે છે. જે માણસ પોતાના આ કર્મ થી પીછેહઠ કરીને સંસારિક જીવન ત્યાગીને પૃથ્વી પર પોતાનું જીવન ગુજારે છે તેને સન્યાસી કહીએ છીએ. સંસારિક જીવન ગુજારવું કંટાળી જાળમાં નગ્ન પગે ફરવા જેવું છે. મનુષ્ય જ્યાં સુધી બધા જ પગલા વિચારીને જાની જોઈને ભરે છે ત્યાં સુધી દુ:ખ રૂપી કાંટા વાગ્યા વિના ગુજારી શકે છે. પણ આખી જીંદગી માણસ પોતાના જીવનમાં દરેક પગલાનું ધ્યાન રાખી શકાતો નથી અને ક્યારેક થાકીને તો ક્યારેક વધારે વિચારીને માણસ થાય ખાય છે અને તેમજ કાંટા સમાન દુ:ખ તેના જીવનમાં ખૂંચી જાય છે.જેમ જેમ મનુષ્ય મોટો થતો જાય છે જાળ સાંકળી થતી જાય છે અને કદમોની સ્થિરતા ઘટતી જાય છે.તેથી આવા કાંટાની પીડાથી બચવા માટે અપવાદિક માણસો કદમો ભરવાના બદલે એક જ જગ્યાએ સ્થિર થઇ જાય છે. તેવા માણસની જીંદગી ત્યાં જ અટકી જાય છે. ફક્ત ઉંમર વધે છે. સામાન્ય ભાષામાં આવા જ માણસોને સન્યાસી કહીએ છીએ. સંસારિક જીવન સુખદુ:ખના જટિલ મિશ્રણોથી ગુંથાયેલું છે તેમાં ક્યારે સુખ મળે અને ક્યારે દુ:ખ મળે તેનો કોઈ ભરોસો નથી. માણસ જે કર્મો પોતાના સુખની પ્રાપ્તિ માટે કરતો હોય છે તે જ કર્મો તેને દુ:ખી કરતા જણાય છે. વળી ક્યારેક અણધાર્યા સુખનો વરસાદ પણ થાય છે. સંસારિક જીવન સંબંધોના ખુબ જ જટિલ ગુંથલી જેવું છે. મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તે ફક્ત લોહીના સંબંધો સાથે જ જન્મે છે પણ જેમ જેમ તેની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેમાં હૃદયના અતિ લોભામણા દિલ ને ગલગલીયા કરવાના સંબંધોમાં ઉમેરા થતા જાય છે. તેમ સંબંધોની માયાજાળ વધારેને વધારે ગૂંથાતી જાય છે.તેમાં માણસ ફસાતો જાય છે. સંસારમાં આવે ત્યારે માણસને માં-બાપ વધારેમાં વધારે ભાઈ-બહેન,દાદા-દાદી,કાકા-કાકી,મામા-મામી,ફોઈ-ફુવાના સંબંધો હોય છે, પણ ઉંમરના વધતા તેમાં મિત્રો,સ્નેહીઓ અને પછી જીવનસંગીની અને તેના બધા જ સંબંધીઓના સંબંધો ખુબ જ જતીલતાથી ઉમેરાઈ જાય છે. આ બધા સંબંધો મનુષ્યના જીવનને સહજતાથી અને પ્રેમથી ગુજારવામાં મદદરૂપ થવા માટે છે. પરંતુ આ બધા સંબંધોને ટકાવી રાખવા તેટલા જ કઠીન છે. મનુષ્યને જેટલો પ્રેમ મેળવવો હોય તેટલો જ સામે વાળાને કરવો પણ પડે છે. તેમ છતાં હંમેશા એવું નથી થતું કે તમે જેને પ્રેમ કરશે ટ એટમાને એટલો જ પ્રેમ કરશે ઉલટાનું ઉંધુ થાય છે. તમે જેને પ્રેમ કરે અને તે તમને નફરત કરે છે. આવા મળતા આવતા વળતરના કારણે દુ:ખનો સમન્વય થયા કરે છે. ક્યારેક દુ:ખના સમુદ્રમાં ગરકાવ થવું પડે છે તો ક્યારેક સુખના અતિ વિશાળ આકાશમાં મુક્તપણે ઉડવાનો સુનહારો અવસર મળી જાય છે. સમય નામનો અતિ શક્તિશાળી પરિબળ સંસારના લગભગ તમામ માણસોને એટલો તાકાતવાન બનાવી દે છે કે સુખ અને દુ:ખ બંનેને સહન કરવા શશક્ત થઇ ગયો હોય છે. પણ સમય પણ તમામને નથી જ બચાવી શકાતો. તેથી જેનાથી આવા ઉતારચડાવ સહન નથી થતા તેમના ઘણા પોતાની જીંદગી ટૂંકાવે છે. ઘણા પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને પાગલ નામનું નવું નામ પ્રાપ્ત કરે છે. આમાંથી ઘણા એવા પણ હોય છે જે વિચારે છે કે સંસારમાં કહેવા કરતા સન્યાસી થઈને શાંતિથી જીંદગી ગુજારવી સારી છે. શું ખરેખર સન્યાસી માણસ સંસારી માણસ કરતા વધારે સુખી હોય છે? આનો ચોક્કસ જવાબ તો મારી પાસે નથી પણ એટલું ચોક્કસ કહીશ કે જગતનો તમામ માનવ સુખી થવા માંગે છે અને તેમાંથી એક ટકાથી પણ ઓછા સન્યાસી બને છે. તેથી એટલું તો કહી જ શકાય કે ત્યાં પણ સુખ નથી એવું વધારે પડતા વિચારે છે. હું કહીશ કે જે પણ સન્યાસી થાય છે સંસારીના કર્મોથી ભાગીને સુખી થવાનું વિચારે છે તેને તે પણ વિચારવું જોઈએ કે સન્યાસી થતા તેના કર્મોથી મુક્ત થઇ જશે પણ તેની સાથે જ તેને ડગલેને પગલે મદદરૂપ થતા બધા જ સંબંધો પૂર્ણ થઇ જાય છે. તે જગત એકલો થઇ જાય છે, તેની શારીરિક કે માનસિક સમસ્યાઓને સાંભળનાર કે તેમાં મદદ કરનાર કોઈ રહેતું નથી ત્યારે તેને બરાબર નો મૂંઝારો થાય છે અને તેની પાસે પ્રભુને પ્રાર્થના કરવા સિવાય કાંઈ વધતું નથી. આમ સન્યાસી કે સન્યાસી કે સન્યાસી કોઈ પણ સુખને પ્રાપ્ત કરતુ નથી.

આમ આપણી અત્યાર સુધીની ચર્ચાના અંતમાં હું એમ જ કહીશ કે સુખ દુ:ખ કોઈ સીમાંચીન્હોમાં બંધાયેલા નથી કે આમ કરવાથી, ત્યાં જવાથી, તે મળવાથી, આની પ્રાપ્તિથી વગેરે વગેરેની પ્રાપ્તિ થાય. સુખની શોધ જો આ સીમાંચીન્હોને આધારે કરવામાં આવશે તો આપણા બધાની કમર અને ઢીંચણની ગાદીઓ પગના તળિયા,મકાનના નળિયા વગેરે ઘસી જશે.માથાના વાળ સફેદ થઈને ખરી જશે, ધનભંડાર માલમિલકતના ભંડાર ખાલી થઇ જશે પણ કોઈને પણ સુખની પ્રાપ્તિ થવાની નથી. હું અને તમે બધા જ અતિ સારી રીતે જાણીએ છીએ કે આમ કરવાથી આપણને સુખ મળવાનું નથી પરંતુ કુદરતની માયાજાળ એવી બનાવેલ છે કે ખુબ જ સારી રીતે જાણવા હોવા છતાં હું અને તમે સઘળા તેવા જ ભ્રામિક સુખના પાછળ બરબાદ થઈએ છીએ. હે ભગવાન મને મારા સંસારિક મિત્રોને સદબુધ્ધિનો સંચાર કરો જેથી અમને સુખ ક્યાં છે તેની સાચી ઓળખાણ થાય અને અમે આમ ગમે ત્યાં ભાગમ ભાગ કરવાનું માંડી વાળી. સુખ આપણા અંતરની અનુભૂતિ છે. તેને આપણે બહારિક માયામોહથી જ ખોજી શકીએ. તમામ માણસનો આત્મા અલગ અલગ પ્રકારથી સુખ અનુભવે છે. આપણે આપણા આત્માના અવાજને સાંભળીને તેને સંતોષીને પોતે સંતોષ માનતા શીખી જશું તો સંસારમાં બધું જ સુખદાયી લાગશે. પણ જો આપણે બીજાના વિચારોને આપણા આત્મા પર બોઝ બનવા દેશું તો આપણે ખુદ તો દુ:ખી રહેશું પણ બીજાને પણ દુ:ખી કરશું. અત્યારે આપણો સમાજ આજ દ્વિધાથી ઘેરાયેલો છે. બધા જ માનવી પર બીજાની ઈચ્છાઓને પૂર્ણ કરવાનો, બીજાના સુખમાં સુખી થવાનો ફરજીયાત બોઝ છે. તેથી આપણે અને આપણો સમાજ દુ:ખના સાગરમાં ધીરે ધીરે ગરકાવ થઇ ગયા. સુખની શોધ પરના મારા આ વિચારોને વાંચનાર તમામ વાચકોને નમ્ર વિનંતી છે કે તમારા મંતવ્યો આવકાર્ય છે. મારી ભૂલચૂક સુધારીને વાંચવું. મેં મારા વિચારો વ્યક્ત કર્યા છે. હું ખોટો પણ હોઈ શકું. જો ખોટો હોઉં અને કોઈના પણ આત્માને ઠેસ પહોંચે તો મોટા મનથી મને માફી આપશો તેવી મને આશા છે.
--------------------------------------------------અસ્તુ:------------------------------------------------
--ઝાલોડિયા અલ્કેશ

No comments:

Post a Comment