Pages

Sunday, April 17, 2011

સુખ ની શોધ ભાગ - ૧

સુખ ની શોધ ભાગ -૧


બચપણ થી લઈને જીવનના અંત સુધી,પૃથ્વી પર અવતરતા તમામ જીવોનું એક જ લક્ષ્ય હોય છે કે સુખી થવું છે.આપણે મનુષ્ય છીએ અને ફક્ત આપણી જ વાત કરીએ તો દુનિયાના બધા જ માનવી અમેરિકન,અંગ્રેજી કે પછી આપણે ભારતીય,ગરીબ હોય કે પછી અમીર,કાળો હોય કે પછી ગોરો,સ્ત્રી હોય કે પછી પુરુષ.સઘળા માનવી પોતાના બાળોતિયથી લઈને ઠાઠડી સુધીની લાંબી યાત્રામાં એક જ વાતની શોધ કાર્ય કરે છે,સુખ.જ્યારથી હું જન્મ્યો છું ત્યારથી આજ સુધી માં મારી ૨૭ વર્ષની જીવન યાત્રામાં હું બધા જ માણસ ની જેમ એ જ બે અક્ષરના ભારીભરખમ શબ્દ ની શોધ માં જોડાઈ ગયો છું.જો હું ફક્ત મારી જ વાત કરું તો જયારે જયારે મને એમ લાગે કે બસ આ રહ્યું સુખ,ફક્ત બે ડગલા ચાલવાનું છેછે અને હું સુખી થઇ જઈશ,ત્યારે ત્યારે ત્યાં પહોંચતાની સાથે મને લાગે છે , સુખ જેટલું દુર લાગતું હતું તેનાથી હવે બમણું દુર થઇ ગયું છે અને હું ત્યારે સુખી થવાને બદલે પોતાની જાતને પહેલાથી પણ વધારે દુ:ખી મહેસુસ કરું છું.કુદરતની આ અદ્ભુત રચના પૃથ્વી પર જ્યારથી મારો પ્રવાસ શરુ થયો ત્યારથી આજ સુધી હું અસંખ્ય માણસોના સંપર્કમાં આવ્યો છું.અલગ અલગ ચિત્ર વિચિત્ર સંજોગોમાં માણસોને જોયા છે,અલગ અલગ જગ્યાઓ પર માણસોને જોયા છે ,જુદા જુદા સંજોગોમાં જુદા જુદા સંબંધો અને સગાવહાલા સાથે જોયા છે.પણ તમામ અનુભવના અંતે હું તમને એ ચોક્કસ કહી શકું છું કે બધા એ જ સુખી થવાના ફોર્મ્યુલાની નિષ્ફળ શોધમાં પડ્યા છે. હું જરા વિસ્તૃત કરું તો, ગરીબ માણસ એમ સમજે છે કે તે અમીર થઇ જાય તો સુખી થઇ જાય,કાળો માણસ સમજે છે કે તે ગોરો થઇ જાય તો સારું થઇ જાય, અભણ સમજતો હોય છે કે ભણ્યો હોત તો સારું થાત.ડોકટર કે એન્જીનીયર બનીને જલસા કરેત.નાનો સમજે છે કે મોટો થઇ જાઉં તો સારું બધાનું માનવું તો ના પડે પોતાની રીતે કાંઈક કરી શુકુ.કુંવારા સમજે છે કે પરની જાઉં તો સારું પત્ની હોય તો મજા આવી જાય, સ્ત્રી સમજે છે કે પુરુષ હોઉં તો સારું ઘરમાં મારું તો ચાલે, વહુ સમજે છે સાસુ બનું એટલી વાર છે વહુ પર દાદાગીરી કરવા તો થાય, સંસારી સમજે છે કે સન્યાસી સારા કોઈ જગતની ચિંતા તો નહિ. આવું તો ઘણું છે, કેવાનો મતલબ ક્યાં કોણ સુખી છે? સુખ ક્યાં છે? ક્યાં છે આ સુખ? શું અમીર માણસ સુખી છે? સફેદ ચામડી વાળા સુખી છે? ભણેલા સુખી છે? મોટા સુખી છે? પરણેલા સુખી છે? પુરુષો સ્ત્રી કરતા વધારે સુખી છે? સન્યાસી સંસારી કરતા વધારે સુખી છે? ના ના ના એવી જરા પણ માન્યતામાં ના રહેતા , આ બધા માંથી કોઈ સુખી નથી એ હું તો કહું જ છું પણ તમે બધા ભલીભ્રાંતિ જાણો છો. નથી માનવામાં આવતું? ચાલો હું તમને ભ્રમિત લગતા આ સુખના દાખલા લઈને ચર્ચા કરવું.

ગરીબોનું એવું માનવું છે કે અમીરો સુખી છે, તેથી દુનિયાના તમામ ગરોબો તવંગર બનવા માંગે છે. તવંગર બનવા માટે અવનવા સાચા – ખોટા, સરળથી સરળ અને અઘરામાં અઘરા રસ્તા અપનાવે છે. ચોરી કરે, મારપીટ કરે, દગાબાજી કરે, અને ખુન પણ કરે. ફક્ત અને ફક્ત એમ સમજીને કે પૈસા મળતા પૈસાદાર થઈને તે સુખી થઇ જશે અને મજાની જીંદગી ગુજારશે. પરંતુ તેઓ બધા જ ભ્રમિત છે, તેઓ સમજે છે કે પૈસા થી સુખ મળે છે. હક્કીકત એકદમ વિપરીત છે. પૈસા થી માણસ સુખી જરૂર લાગી શકે , પરંતુ પૈસાદાર માણસ સુખી જ હોય તે બિલકુલ આવશ્યક નથી . મેં અને તમે બધા એ આપણી જીંદગી માં ઘણા માણસોને એવું કહેતા સંભાળ્યા હશે કે પેલા ભાઈ જેટલા પૈસા હોય તો બસ બીજું કાંઈ ના જોય.જયારે આપણે તે માણસ ને પૂછીએ ત્યારે તે કહેતો હોય કે ફલાણા જેટલા પૈસા આવી જાય તો શાંતિ થાય અને સુખેથી જીવી શકાય. સત્ય છે કે આપણે આપણાથી પૈસાદાર ને સુખી સમજીએ છીએ અને તેની બરાબરી કરીને દુ:ખી થિયે છીએ. જયારે આપણી પાસે હાજર રૂપિયા હોય છે ત્યારે પણ આપણે જીવી શકીએ છીએ અને ત્યારે આપણી ઈચ્છા લાખો કમાવાની હોય છે.જયારે આપણે લખપતિ હોઈએ ત્યારે પણ જીવતા હોઈએ છીએ અને ત્યારે આપની ઈચ્છા કરોડો કમાવવાની થઇ જાય છે.આપણે હજારો માંથી સુખી થવા લાખો કમાઈએ છીએ.લાખોમાંથી સુખી થવા કરોડો કમાઈએ છીએ. પણ આપણે ફક્ત પૈસા કમાઈએ છીએ સુખ નથી કમાતા. જીવનની આ ભાગદૌડ માં આપણે ઘણા એવા તવંગર ,ધનવાન અથવા ધનકુબેરોના સંપર્કમાં આવ્યા છીએ.જેમના પાસે ધનની કોઈ સીમા નથી તે છતાં તે પોતાની જાતને દુનિયાનો સૌથી દુ:ખી માણસ ગણાવતો હોય છે. કેમ? સામાન્ય કારણો ગણવા બેસીએ તો ધનની લાલચમાં માણસ એટલો ખોવાઈ જાય છે કે તેના પોતાના સ્નેહીજનો માટે સમય નથી બચતો. સૌથી સામાન્ય બાબતોમાં જોઈએ તો મોટા મોટા બિઝનેસમેન જે કલાકોમાં લાખો કમાતા હોય ,તેની પત્નીઓ માટે તેમના માટે સેકન્ડોમાં સમય હોય છે. પત્ની પતિની રાહ જોઈ જોઈને બેથી હોય છે ને પતિ ધનના ઢગલા કરવા બેઠો હોય. પરિણામ એવું આવે છે કે પત્ની પતિના સંબંધો કમજોર થતા જાય છે. પત્ની પતિથી તલાક કરે છે. ઘણા કિસ્સામાં પત્ની પોતાના શારીરિક સુખ ની પ્રાપ્તિ માટે બીજા કોઈ સાથે અજુગતા સંબંધો બાંધે છે. આવી જ રીતે બાપ-બેટા ના સંબંધોમાં થાય છે. પુત્ર પોતાના જન્મદાતા પિતાને ફક્ત એ માટે પિતા કહેતો હોય છે કે ટે તેના ધનસંપત્તિનો વારસદાર હોય છે. બાકી બંને વચ્ચે પીતાપુત્રમાં હોવો જોઈએ તેવા કોઈ સંબંધ હોતા નથી. ધનની પ્રાપ્તિ માટે માણસ એટલો વ્યસ્ત થઇ જાય છે કે તેના માટે ઊંઘવાનો પણ સમય રહેતો નથી.જો સમય મળે છે તો મગજ પૈસા કમાવાની ધૂન માં એટલું ફરતું થઇ ગયું હોય કે તેને ઊંઘ આવતી નથી. અરબો રૂપિયાનો માલિક એક શાંતિ ની ઊંઘ માટે તડપતો હોય છે. ઊંઘ ની ગોળીઓ ખાવાનું તેના માટે સામાન્ય થઇ ગયું હોય છે., રોજ ઊંઘવા માટે ગોળીઓ ખાવી પડે છે.આમ કરતા કરતા એક દિવસ એવો આવે છે કે શેઠ રાત્રે ગોળીઓ નો ઢગલો ખાઈને ઊંઘવા જાય છે અને સવારે તેના ઘરના નોકરો શેઠનો પોતાનો ઢગલો પ્રાપ્ત કરે છે.અખબારમાં બીજા દિવસે મુખ્ય સમાચાર આવે છે કે ફલાણા-ઢુંકણા શેઠે ઊંઘની ગોળીઓ ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું. પછી તેના આ મૃત્યુનું કારણ શોધવા ડેડબોડીનું પોસ્ટમોર્ટમથાય છે અને તેનાથી સંતોષ ના થતા મીડીયાવાળા તેના જીવનકથાનું પોસ્ટમોર્ટમ કરી કરીને જનતા સમક્ષ પ્રસ્તુત કરે છે.જેથી તેની આત્મા પણ દુ:ખી રહે તો ક્યાંથી પૈસાદાર સુખી થયો. તમામ માથાકૂટ ભરેલી આ ચર્ચાનો મર્મ એ છે કે પૈસા માણસ ને સુખી બનાવી શકે એ ભ્રમ છે. આથી જ કહું છું કે જે ગરીબ માણસ અથવા મધ્યમવર્ગના માણસો પૈસાથી સુખ ભાળે છે તે જરા પોતાના અંતર આત્માની આંખો ખોલે અને સમજી જાય કે પૈસો પોતાની જગ્યાએ બરાબર મહત્વ ધરાવે છે પણ સુખી ન બનાવી શકે. અંતમાં આપના ગુજરાતના સૌથી પૈસાદાર એવા રિલાયન્સ કંપનીના માલિક વિષે જાણીએ તો તેમના પાસે એટલા પૈસા છે કે તે દુનિયાની તમામ ચીજવસ્તુઓ ખરીદી શકે. પોતાની પત્નીના જન્મદિવસે અનિલ અંબાણીના ભાઈ મુકેશ અંબાણી હેલિકોપ્ટર ભેટ આપી શકે છે તેમ છતાં બંને સુખી નથી. જો બંને ભાઈઓ સુખી હોત તો તેમના વચ્ચે ઝઘડો ના થયો હોત. તેમની વિશાળ કંપનીના ભાગલા ન થયા હોત. અને ધીરુભાઈ અંબાણી તેમના પપ્પા રિલાયન્સના પાયોનીયરે જોયેલું સપનું પૂરું થયું હોત પરંતુ તેમ ના થયું અને ધીરુ ભાઈ અધોગતિએ મૃત્યુ પામ્યા અને હવે તેમના ધનાઢ્ય સુપુત્રો તેમની આત્મા ને દુ:ખી કરવા કોઈ કસર નથી છોડતા. એટલે કહેવાનું એટલું કે સુખની પ્રાપ્તિ માટે અમીરી કે ગરીબીનું કોઈ માન્ય નથી.


- ઝાલોડિયા અલ્કેશ.

No comments:

Post a Comment