Pages

Saturday, April 30, 2011

સુખ ની શોધ ભાગ - ૩

સુખની શોધ ભાગ - ૩

જ્યારથી આં સજીવ સૃષ્ટિનો ઉદ્દભવ થયો છે ત્યાથી ઘણી વાતો સનાતન સત્ય છે કે દરેક સજીવ પ્રાણીને જીવવા માટે હવા, પાણી ની જરૂર પડે છે, આપણે આપણી જાત ને એટલે માનવજાત ને કુદરતે બનાવેલ સજીવોનામું સૌથી મહત્વપૂર્ણ સજીવપ્રાણી માણીએ છીએ. આપણે હવા, પાણી ની જરૂર પડે છે,હવા, પાણીની સાથે સાથે આજકાલ ભણતર પણ માનવને જીવવા માટે અનિવાર્ય થઇ ગયું છે. આજે તમે દુનિયાના કોઈ પણ પ્રાંત ના કોઈ પણ મનુષ્યને પૂછીએ તો બધા પાસેથી એક જ વાત જાણવા મળશે કે ભણતર વિનાનું જીવન નકામું છે. ભણવું તો પડે જ. આજના જમાનામાં અભણ માણસને જાનવર સમાન ગણવામાં આવે છે. આવી બધી માન્યતાઓનો એક જ મતલબ છે કે આજકાલ બધાનું માનવું છે કે ભણેલો માણસ સુખી થાય છે. આજકાલ જન્મેલા મનુષ્ય સ્ત્રી હોય કે પુરુષ પર એટલું બધું દબાણ હોય છે કે ના પૂછો વાત. હજુ મા ના પેટ માં હોય છે ત્યાં જ બધા કહેવા લાગે છે કે જો છોકરો થશે તો ભણીને ડોક્ટર બનાવવો અથવા એન્જીનીયર બનાવવો છે. ભણવા માટે ગમે તેટલો ખર્ચો કરવો પડે તો કરવો છે પણ એને પુરો ભણાવવો છે, છોકરી આવશે તો એરહોસ્ટેસ બનશે વગેરે વગેરે. બાળક પોતાના મા ના પેટમાં જ ભણી ભણીને આવું બનવાનો બોઝ મહેસુસ કરવા લાગતો હોય હશે. આજના આ ઝડપી યુગમાં માણસના જીવનનું હજુ માંડ માંડ ૩-૪ વર્ષ જતું હોય આ દુનિયાના ત્યાં તેના માતા-પિતા તેના જીવનને સુખી બનાવવા માટે તેને ભણવા બેસાડી દેશે. આજકાલ ભણતર આગળ પણ ચાલે છે અને પાછળ પણ ચાલે છે. પહેલા એટલે આજથી ૧૦ વર્ષ પહેલા ભણવા બેસતા ત્યારથી ધોરણ પેલું કહેવાતું. આજકાલ તો જુનિયર કે.જી., સીનીયર કે.જી. , અને પછી ક્યારેક પેલામાં પહોંચતા પહોંચતા બાલમંદિર પણ આવી જાય અને પછી ધોરણ એક ચાલુ થાય. આમ આજકાલ આ જમાનામાં હજુ છોકરું ડાબો-જમણો પણ માંડ માંડ જણાતું હોય ત્યાં ભણવાનું ચાલુ થઇ જાય છે. ત્રણ વર્ષના છોકરાને વળી પોતાના જીવન પાસેથી શું આશા હોય? તેમ છતાં માં – બાપ અને આજના યુગમાં આવેલા પરિવર્તન ને કારણે તે મહેજ ત્રણ વર્ષની ઉમરે ભણવાનું ચાલુ કરી દેશે. તેમાં પણ ઓછું પડતું હોય તેમ છ કલાક સ્કુલ માં ભણ્યા ઉપરાંત ઘરે આવીને પાછો ટ્યુશન જવાનું અને ત્યાંથી આવ્યા બાદ ઘરે પાછા સ્કુલ અને ટ્યુશન નું હોમવર્ક કરવાનું. જે મમ્મી કામ કરતી કરતી થાકેલી પાકેલી પરાણે પરાણે ગુસ્સેથી કરાવતી હોય અને તેમાં છોકરાને ખબ રના પડે અથવા તે ધ્યાન ના દે તો વચ્ચે વચ્ચે થોડો ઘણો મેથીપાક પણ ખાતો જાય. આમ રતન વર્ષ ની વયે માણસ ભણવાનું ચાલુ કરે છે અને મોટા ભાગની પોતાની ઈચ્છા વિરુદ્ધ ભણે છે. ત્યાંથી પ્રાથમિક, પછી માધ્યમિક , અને ૧૨મુ બોર્ડ. અધધધ ૧૨માં ના બોર્ડ માં સારા ટકા લાવવા માટે આજ કાલ છોકરો રાતદિવસ એક કરી નાખે છે.સારી સારી મોંઘીદાટ હાઇસ્કુલમાં એડમિશન લઈને માં-બાપ થી દુર રહીને કોઈ હોસ્ટેલ માં રહેવાનું પછી જે મળે તે ખાવાનું.આખો દિવસ સ્કુલ ટ્યુશન અને પછી મોડી રાત સુધી વાંચવાનું. સવારમાં વહેલા ઉઠીને વાંચવાનું. આમ આજકાલ ફક્ત ૧૨માં ધોરણમાં સારા ગુનો પ્રાપ્ત કરવા માટે તનતોડ મહેનત કરવાની. પછી જો સારા માર્ક્સ આવે તો એન્જીનીયર અથવા ડોક્ટર કરવાની અને ન આવે તો માં- બાપ ની ગાળો ખાવાની. સારી જગ્યાએ એડમિશન મળી જાય તો વળી પાછું ૪ -૫ વર્ષ માટે માં – બાપ થી દુર કોઈ કબાડી ખાના જેવી હોસ્ટેલમાં જઈને રહેવાનું અને ગંધારૂ ખાવાનું અને પાછા એ જ ચોપડીઓના થોથા પકડવાના.આમ કરતા કરતા માણસ કોઈ ગ્રેજ્યુએટ થઇ જાય છે ત્યારે ખબર પડે છે કે ગ્રેજ્યુએટની કોઈ વેલ્યુ નથી પોસ્ટગ્રેજ્યુએટ થવું જ પડે. એટલે પાછો પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમ માટે એડમિશન માટે તનતોડ મહેનત કરવાની અને જો એડમિશન મળી જાય તો પાછા ૨ -૩ વર્ષ ત્યાં જઈને મહેનત કરવાની અને ત્યારે જઈને પોસ્ટગ્રેજ્યુએટ ની પદવી મળે છે. ત્યાં ખબર પડે છે કે હવે તો પોસ્ટગ્રેજ્યુએટ ની પણ કોઈ વધારે વગ રહી નથી હવે તો સુપરસ્પેશિયાલિટી અથવા તો ફીલ્ડમાર્શલ થવું પડે છે. હવે આટ આટલું ભણ્યા પછી માણસને એમ તો થાય જ કે આટલું તો કરી જ નાખવું જોઈએ. એટલે પાછો એ પદવીની ખોજ માટે પોતાના પગ અને બુદ્ધિ દોડાવવા લાગે છે. આમ કરતા કરતા ઘસાતા પીસાતા ૩૪- ૩૫ વર્ષ ની વય થઇ જાય છે. ત્યારે ટે પોતાના ભણતર નો ઉપયોગ કરવા નીકળે છે.ટે તેને કેટલું ઉપયોગી બનશે અને તેને કેટલો સુખી બનાવશે એ તો દુર ની વાત છે પણ એટલું તો પાકું છે કે આજ ના યુગમાં માણસની એવરેજ આયુ ૬૦ વર્ષ ની છે.તેમાંથી ટે ૩૫ વર્ષ ભણવામાં બગાડે છે.જે તે અતિ કષ્ટ વેઠીને વિતાવે છે અને પછીના સમયની ખબર નહિ શું થાય. આમ માણસ પોતાની જિંદગીનો સૌથી મહત્વનો અડધો ભાગ ભણતર માં વિતાવી દે છે જે ખરેખર તેના પોતાના જીવંત જીવનને જીવવાનો સમય છે. હવે બાકીનો વધેલો સમય તો તે પાછો બીજાના માટે જોવાતો થઇ જશે. તેમ છતાં માની લઈએ કે ભણ્યો છે એટલે સુખી થઇ જશે તો તે પણ સરસર ખોટું જ છે. આપણે અવલોકન કરીએ છીએ કે જે જેટલું વધારે ભણ્યો છે જેટલી મોટી પદવી છે તે કદાચ વધારે માનમોભો મેળવે છે. વધારે પૈસા કમાય છે પરંતુ તેની પાસે પોતાના માટે અથવા પોતાના સ્નેહીજનો માટે સમયનો અભાવ છે તે પોતાને તનાવપૂર્ણ મહેસુસ કરે છે. દુનિયાભરના ટેન્શનનો અનુભવ થાય છે. તેને ત્યાં સુધી કે તેને પોતાના ઊંઘવા માટે નીંદર ની ગોળીઓ ખાવી પડે છે. તેમ છતાં તેમને નીંદરનો અભાવ હોય છે. બીજી તરફ જે ઓછું ભણ્યા છે તે મસ્તમજાની આરામ ની ઊંઘ લે છે. તેવી જ રીતે આપણે અવારનવાર સમાચાર પત્રકો, ન્યુઝ ચેનલોમાં અને રેડીઓમાં સંભાળતા આવીએ છીએ કે આ માણસે આત્મહત્યા કરી. તેમાં પણ બધા ભણીગણીને મોટા થનાર ઉંચી પદવી મેળવનાર માણસો જ સૌથી વધારે આત્મહત્યા કરતા હોય છે. આમ મને સમજાતું નથી કે ભણતર માણસને કઈ રીતે સુખી બનાવે છે. પોતાની બહુમૂલ્ય જિંદગીનો અડધોથી વધારે ભાગ ભણવામાં ગુજારનાર માણસ પોતાના ઘર પરિવાર, માં – બાપ, મોજ મસ્તીના દિવસો, પૌષ્ટિક આહાર અને ઘણું બધું ત્યાગ કરે છે. ફક્ત ભણવા માટે અને તે દરમ્યાન તે ડગલે ને પગલે દુ:ખી થાય છે. તો મને કોઈ એમ સમજાવશે કે જીંદગી નો અડધો હિસ્સો દુ:ખી થઈથઈને ભણવાનું એ માટે કે જીવનનો બાકી વધેલો સમય સુખાકારી થશે, જીંદગી સુધરી જશે. માણસ ક્યારે સમજશે કે જો પોતાની જિંદગીનો બહુમૂલ્ય સમય વેડફ્યા બાદ ક્યા સૂખ ની પ્રાપ્તિની તે વાત કરી રહ્યો છે. તેમ છતાં આજ કાલ આવાજ વાયરા વાય છે અને બધા આ વંટોળિયામાં ફસાયા છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે અમને આમાંથી બચાવી લે અને બધાને સદબુદ્ધિ આપે કે ભણતર જીવનમાં જરૂરી છે પણ એ વર્તમાન સુખને ત્યાગીને કાલ્પનિક ભવિષ્યના સુખની પ્રાપ્તિ માટે ન હોવું જોઈએ.

આ જગતમાં આવનાર તમામ માણસ જન્મે છે ત્યારે સૌથી નાનો હોય છે અને સમયની સાથે મોટો થતો જાય છે.ઘણાખરા એવા હોય છે જેને સમય પણ બદલી શકતો નથી,તે સંબંધોમાં માણસ ની ઉંમર પૂરી થઇ જવા છતાં નાનો ને નાનો જ રહે છે. હું મારી જ વાત કરું તો અમે ત્રણ ભાઈઓ છીએ તેમાં હું સૌથી નાનો છું. હવે હું જન્મ્યો ત્યારે પણ નાનો હતો અને જયારે પ્રભુને પ્યારો થઈશ ત્યારે પણ સૌથી નાનો જ રહીશ. મારી કોઈ પણ ઉપલબ્ધીઓ મને મારા ભાઈઓ કરતા મતો ના બનાવી શકે. હું મારી વાત કરું તો હું નાનો છું તેનો મને ખુબ જ આનંદ છે. મેં ક્યારે પણ એવી ઝંખના નથી કરી કે હું મોટો હોત તો સારું છે. પરંતુ આ વાત ફક્ત મારા માટે સીમિત છે. બાકી દુનિયામાં બધા જ માનવીઓ ડગલે ને પગલે કહેતા હોય છે કે મોટા હોત તો સારું હતું. આપનો સમાજ અને સંસ્કાર એવા છે કે તેમાં જો કોઈ નાના નાના જેની ગણના ના થાય તેવા કામ હોય તો નાનાને ચીંધવામાં આવે છે. ભલે તે શારીરિક અને માનસિક ક્ષમતા માંગી લેતા હોય, બીજી તરફ જે કામની કિંમત હોય જેની ગણના થાયછે. જેના કરવાથી વાહ વાહ લુંટી શકાય તેવા કામો આપણા મોટાઓ કરતા હોય છે. થોડાક દાખલા લઈને કહું તો ગમે ત્યારે પણ આપણા ઘરમાં કે બહાર આપણે કોઈ જનસમુદાય એકઠો કરીને કોઈ કામ કરતા હોઈએ અથવા ખાલી વાતોના વંટોળિયા ઉડાળતા હોઈએ અને ત્યાં કોઈ ચીજવસ્તુની જરૂરિયાત હોય, કોઈને પણ તો તુરંત તેમાંથી નાનામાં નાના સભ્યને શોધીને કામ સોંપી દેવામાં આવે છે. કામ ગમે તેને હોય, ફાયદો ગમે તેને થતો હોય, કરવું નાનાને પડે છે. જેમ કે મારા ઘરમાં મારા ભાઈના મિત્રો આવ્યા છે. અને તેને તે ઠંડાપીણા પીવડાવવા માંગે છે. જેને દુકાનપરથી લેવા જવું પડે. હવે તે કામ માટે મારો ભાઈ મને હુકમ કરશે કે જા મારું નામ દેજે અને આટલા ઠંડાપીણા લઇ આવ. હવે તમે અવલોકન કરો કે મિત્રો મોટાના છે, નામ મોટાનું છે, વાહ વાહ મોટો લુંટશે અને કામ નાનો કરશે. આપણા સમાજ માં આ વાત ને સંસ્કાર ગણવામાં આવે છે કે નાનાએ મોટાનું કામ કરવું જોઈએ. ચાલો માની લઉં કે આ સંસ્કાર છે પણ જો સંસ્કાર તમને પીડાદાયી લાગે, તેનાથી દુ:ખ થતું હોય તો તે શું કામના? જ્યાં સુધી માણસ સમજુ નથી થતો ત્યાં સુધી તે કાંઈ પણ વિચાર્યા વિના મોટાના કામ કર્યા કરે છે. પરંતુ જયારે તે સમજુ થઇ જાય છે ત્યારે તે જ કામ તેને પોતાના પર ઢોળેલો બોઝ લાગવા લાગે છે.સંસ્કારના આડે અને શરમેને શરમે તે કરતો રહે છે. પણ તે ક્યારે પણ મનથી રાજી નથી હોતો કે તેને આવું કામ કરવું પડે છે. ત્યારે તે બોલી ઉઠે છે હે ભગવાન તમે મને નાનો કેમ બનાવ્યો. મોટો બનાવ્યો હોત તો સારું હતું. મારું પોતાનું માનવું છે કે જયારે માણસ સમજુ થઇ જાય છે ત્યારે તે નાનો રહેતો નથી. તેનામાં અને તેનાથી ઉમરમાં મોટામાં ફક્ત ઉમર અને અનુભવ નો તફાવત રહે છે.અને હું એમ પણ માનું છું કે ફક્ત આટલા જ કારણે મોટાઓએ પોતાના ફાયદાના કામ નાના પર ઠોકવા જોઈએ નહિ. જેથી નાના એવું સમજીને દુ:ખી છે અને તેનો મોટો તેનાથી સુખી છે. મોટાને પૂછો કે તે સુખી છે ખરો? જરાપણ નહિ આપણા સમાજમાં ઉમર ગમેતેટલી હોય ફક્ત એટલું કાફી છે કે તે મોટો છે,તેના માથે જવાબદારીનો ટોપલો ઢોળવા માટે. ઘરમાં કે સમાજ માં કોઈપણ જાતનું ક્યારેપણ કામ હોય તેની જવાબદારી લેવાની હોય કે એ કામ થઇ જ જશે. કોઈ પણ જાતની ભૂલચૂક વિના ત્યારે સમાજ મોટાનેજ સોંપે છે. મોટાને કોઈ પણ આનાકાની કર્યા વગર તે જવાબદારી ભર્યા કામને કોઈપણ ભોગે અંજામ આપવાનું તેના માથે રાખવું જ પડે છે.ભલે તેને ગમતું હોય કે ના ગમતું હોય.જો કોઈ આવા કામમાં થોડી ઘણી ભૂલચૂક થાય તો સમાજ મોટાને જ કહેશે કે તું તો મોટો છું તને તો ખબર પડવી પડે અને આનું મહત્વ સમજવું પડે. અંતે નાનાથી જો આવા કામમાં ભૂલ અથવા ખોટું થાય તો તેને તો તે નાનો છે તે માટે. આરામથી છુટબારી મળી જાય છે. મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે સૂખ ક્યાં છે નાનો હોવામાં કે મોટો થવામાં?

--ઝાલોડિયા અલ્કેશ

No comments:

Post a Comment