Pages

Saturday, April 30, 2011

સુખ ની શોધ ભાગ - ૨

સુખ ની શોધ ભાગ - ૨

આહાહા! દુનિયામાં કોઈ એવો માણસ કદીપેદા થયો હશે ? જે સુંદર હોવું કે થવું નહિ ચાહતો હોય. હું ખાત્રીપુર્વક કહી શકું કે સર્વે કરવામાં આવે તો એક પણ એવો માણસ ના મળે જે સુંદર હોવું ના પસંદ કરે અથવા કદરૂપો હોવું પસંદ કરે. આપણે આપણા જીવનમાં ડગલેને પગલે અવનવા મોઢેથી સાંભળ્યું હશે કે પેલી છોકરી કેટલી સુંદર છે અથવા પેલો છોકરો કેટલો રૂપાળો છે. તમામ માણસો જગતમાં સુંદર દેખાતા માણસ જેવું બનવાની મનમાં ઘેલછા રાખતા હોય છે. આજકાલ સિનેમાના યુગમાં છોકરા છોકરીઓ પોતાના ચહિતા કલાકારો, હીરો હિરોઈન જેવું બનવા માંગે છે. પોતાના શરીરને રૂપાળું બનાવવા માટે અવનવા અટપટા,ભલાભુંડા પેંતરા કરવામાં જરા પણ બાકી રાખતા નથી.જ્યાંસુધી માણસને કોઈના જેવું બનવાની ઈચ્છા નથી હોતી ત્યાં સુધી તે ભગવાને આપેલ તેના પોતાના શરીરને જ મસ્ત સમજીને સુખી આનંદિત રહેતો હોય છે. પણ જ્યારથી તે પોતાને બીજાની જેમ બનાવવા માંગે છે ત્યારથી તે અવનવા ચિત્રવિચિત્ર પ્રયાસો કરીને પોતાની જાતને રગદોળવાનું ચાલુ કરી દે છે. આજકાલના નવયુવાનો, જવાનોને જો કોઈ શારીરિક પરિશ્રમ નું કામ બતાવવામાં આવે તો તુરંત કહે છે હું ના કરી શકું,મેં કડી કર્યું નથી.આ તો મજુરીનું કામ છે હું તો થાકી જાઉં. મારી કમર ભાંગી જાય. વગેરે વાતો કરીને કામ ના કરે. પરંતુ તે જ જવાનિયો કલાકો સુધી કોઈ મોંઘાદાટ જીમ માં જઈને શરીરને સુંદર દેખાવળું બનાવવા તનતોડ મહેનત કરે છે. તે એવું વિચારતો હોય છે કે સલમાનખાન જેવો બોડી બની જાય તો કેટલો મસ્ત લાગુ. પરંતુ તે ભૂલી જાય છે કે સલમાન ખાન એક અલગ મનુષ્ય છે અને તે એક બીજો માનવ છે. બંનેના શરીર અલગ અલગ રચના ધરાવે છે. જે ડોલા સોલા, માંસપેશીઓ વાળું શરીર સલમાનને સુંદર બનાવે છે તે જ માંસપેશીઓ તેને અને બીજા ઘણાને કદરૂપો પણ બનાવી શકે. ચાલો માની લઈએ લે વ્યવસ્થિત શરીર બનત અતે સુંદર લાગશે, પણ એટલું તો વિચારવું જોઈએ ને કે વરસોની તનતોડ મહેનત પછી થોડો સુંદર લાગવા તે પોતાની જાતને રોજ કેટલી દુ:ખી કરે છે. આપણે ઘણા બધા તો મહત્વાકાંક્ષી જુવાનીયાઓને રોજરોજ એવું કહેતા સંભાળ્યા હશે કે આજ હાથ દુખે છે,પગ દુખે છે અને ઘણા બધા તો આવેગ માં આવીને એટલી બધી કસરત કરી જાત હોય છે કે તેનાથી થતી પીડાને મટાડવા માટે ચિકિત્સકો નો સહારો લેવો પડતો હોય છે. આટલી બધી વેદના ઉઠાવતા પણ તેને વ્યવસ્થિત શરીર ના બને એટલે તેની સાથે સાથે તેને પોતાના ચટપટા સ્વાદિષ્ટ રોજબરોજ ના ખોરાક પર કાબુ રાખીને સ્વાદવિહોણા એવા ખોરાક પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે, જે તેને સ્વાદ નહિ શરીર બનાવવામાં મદદ કરે છે. આમ શરીર બનાવવાના મોહમાં પોતાની સ્વાદેન્દ્રીયોને દુ:ખી કરીકરીને જીવતા હોય છે. અને તેમાં પણ એતો પાકું નથી કે શરીર બનશે પણ એતો પાકું જ છે કે સ્વાદેન્દ્રીયોને દુ:ખી કરે છે. આતો થઇ પુરુષોની વાત. પોતાને સુંદર દેખાવવાળું બનાવવાની હોડ માં પુરુષો કરતા સ્ત્રીઓ હજારો ગણી આગળ છે. મોટા મોટા શહેરોથી લઈને નાનામાં નાના ગામમાં રહેતી કન્યાઓ કે સ્ત્રીઓ તમામે તમામ પોતાની જાતને સુંદર બનાવવા જાતજાતના ચિત્ર વિચિત્ર પેંતરા કરતી જોવા મળે છે. એમાં પણ આ એકવીસમી સદીના સીરીયલોના જમાનામાં બાપરે બાપ સ્ત્રીઓએ તો મજા મૂકી દીધી છે.સીરીયલોના સ્ત્રીપાત્રને જે સુંદરતાથી દેખાડવામાં આવે છે કે એને જોઈ જોઈને આજકાલ ની નારીઓના મોઢામાંથી પાણી નીકળી જાય છે. આમ તો હું સીરીયલો જોતો નથી પણ ઘણી વખત ઘરમાં સ્ત્રીઓ સીરીયલો જોતી હોય ત્યારે બેઠો હોઉં ત્યારે સીરીયલ જોતી નારીઓ પર આવતા પ્રતિભાવો ઘણી બારીકાઈથી જોતો હોઉં છું. એક તરફ મને મજા આવતી હોય અને બીજી તરફ જીવ પણ બળતો હોય કે આમને કોણ સમજાવે કે જે તે જોઈ રહ્યા છે તે બધું બનાવતી છે અને તે ફક્ત પ્રેક્ષકોને આકર્ષવા બનાવ્યું છે. નકામું છે ભાઈ, સ્ત્રીઓને સમજાવવું નકામું. સીરીયલોના પાત્રની સુંદરતા જોઈને અવનવા ઉદ્દગારો નીકળતા હોય છે, જેમ કે આહાહા કેટલી સુંદર લાગે છે,કેટલી મસ્ત સદી પહેરી છે, કેટલો સુંદર સેટ છે, એકદમ પરી જેવી લાગે છે. આમ સીરીયલોમાં દેખાડેલ કાલ્પનિક સુંદરતાને જોઈને પોતાની જાતને તેવી બનાવવા માટે માથાવા લાગે છે. તેવી સુંદરતા પામવા અવનવા ઉપાયો કરે છે. જેમ કે મુલતાની માટીનો લેપ, મધનો લેપ, ગુલાબજળનો ઉપયોગ, બ્લીચીંગ, એલોવેરાનો અજુગતો ઉપાય, ફેસિયલ, લીપસ્ટીક ના લપેડા, પાવડરના થથેડા,ક્રીમોનો લેપ,મોઢે દુપટ્ટો બાંધી રાખવો. વળી એક વાતતો સમજાય નહિ પહેલા સુંદર બનવા ટૂંકા સ્લીવલેસ કપડા પહેરે અને પછી સૂર્યથી બચવા લાંબા મોજા પહેરે અને તે પહેલા સનસ્ક્રીન લોશનના લપેડા કરે.કપડાની દુકાને જઈને સીરીયલમાં કોઈ એક પાત્રે પહેરેલ વસ્ત્રના જેવું ગોતવા પગના તળિયા ઘસી નાખે અને લાવ્યા પછી પાછા ત્રણ વખત બદલવા જાય. તેમ છતાં સુંદર તો દેખાય જ નહિ. આમ કરતા પણ જો તે સુંદર દેખાઈ જાય તો તે સુખી કહેવાય એવું તે બધાનું માનવું છે. પરંતુ તે ફક્ત અને ફક્ત ભ્રમ છે. જે વ્યક્તિને સુંદરતા ભગવાનના આશીર્વાદ રૂપે જન્મથી મળી છે તેને જરા પૂછીએ ત્યારે ખબર પડે કે તે સુખી છે કે દુ:ખી. સામાન્ય રીતે આપણે જોઈએ તો સુંદરતાનું સૌથી મોટું માપદંડ ચામડીના રંગ પર આધારિત છે. જેની ચામડી સફેદ હોય છે તેને આપણે સુંદર કહેતા હોઈએ છીએ. શું જગતમાં કોઈ એવો માનવી હશે જેને ગોરી ચામડી નથી જોતી? ના રે ના . બધા જ માનવીઓ ગોરી ચામડીની ઝંખના રાખે છે. શું જેની ચામડી ભગવાને સફેદ, આકર્ષક બનાવી છે તે સુખી છે? મેં તો ઘણી વખત નિહાળ્યું છે એટલે કહું છું જેને સફેદ ત્વચા છે તે સૂરજદાદાની રોશની થી પણ ડરે છે. તેમનાથી સુર્યપ્રકાશ સહન નથી થતો. પ્રકાશ થી બચવા પોતાનો ચહેર અને શરીર ને ઢાંકીને રાખે છે. બપોરના સમયે બહાર નીકળતા પહેલા હાજર વખત વિચાર કરે છે. થોડી પણ ગરમી હોય તો સફેદ માણસોને પીડા થવા લાગે છે. જયારે રૂપાળા છોકરા છોકરીનો જન્મ થાય છે ત્યારે તેને પ્રથમ વખત નિહાળનાર તમામ માણસોના મુખેથી એવા ઉદ્દ્ગારો નીકળે છે કે કેટલો રૂપાળો કે રૂપાળી છે કોઈ ની નજર ના લાગી જાય. અને એ જ ડર થી તેના પલાન્હારો તેની સુંદરતાને ઓછી કરવા તેના ચહેરા પર કાળો ડાઘ કરતા હોય છે. એવું માની ને કે એમ કરવાથી તેમના સંતાન પર કોઈની નજર નહિ લાગે. સુંદર રૂપાળી છોકરી ઘરની બહાર નીકળતા પહેલા હજારો વખત વિચારે છે. કેમ કે બહાર નીકળે છે ત્યારે તમામ પુરુષોની નજર તેના પર પડે છે અને તેમના મુહમાંથી અવનવા સારા અને ખરાબ ઉદ્દગારો નીકળે છે. ઘણા બધાતો તેને અવનવા ખરાબ સંબોધનોથી પુકારે છે અને ઘણા નરાધમો તો શારીરિક છેડતી પણ કરે છે. આમ એ જ રૂપાળું શરીર જેની ઝંખના બધા કરતા ફરે છે તે જેને મળે છે તેને જીવવું મુશ્કેલ બની જાય છે. આમ રૂપાળું શરીર પામવાથી કોઈ માણસ સુખી નથી થઇ જતો. સુંદર શરીર હોવાના કારણે માણસ સુખી થઇ જાય છે તે બધાનો ફક્ત અને ફક્ત ભ્રમ છે.

--ઝાલોડિયા અલ્કેશ

No comments:

Post a Comment